ફિલ્મ જગત
News of Tuesday, 17th April 2018

રિયાલીટી શો રાઇઝીંગ સ્‍ટાર-રનો એવોર્ડ હેમંત બ્રજવાસીને અર્પણઃ ર૦ લાખ રોકડા અને ટ્રોફી અર્પણ

મુંબઇઃ હેમંત બ્રજવાસીએ સિંગિંગ રિયાલિટી શોરાઇઝિંગ સ્ટાર 2’નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. વિજેતા તરીકે તેમને રાઇઝિંગ સ્ટારની ટ્રૉફી અને 20 લાખ રૂપિયા મળ્યા છે. હેમંતની સાથે વિષ્ણુમાયા રમેશ, રોહનપ્રીત સિંહ અને જેદ અલી ફાઇનલમા પહોંચ્યા હતા. 3 મહિના ચાલેલા શોમાં અનેક કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. સંગીત જગતના દિગ્ગજ શંકર મહાદેવન, મોનાલી ઠાકુર અને દિલજીત દોસાંઝે શો જજ કરી રહ્યા હતા.

રાઇઝિંગ સ્ટારનો ખિતાબ જીતનાર હેમંત બ્રજવાસીએ 2009માંસારેગામા લિટલ ચેમ્પની ટ્રોફી પણ પોતાના નામે કરી હતી. ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટઅનેજો જીતા વહી સિકંદરમાં પણ તેઓએ ભાગ લીધો હતો. એટલું નહીં, ટ્રોફી જીતતા પહેલાં શંકર મહાદેવને હેમંતને એક ફિલ્મમાં પોતાની સાથે ગીત ગાવાનો મોકો પણ આપી દીધો છે.

સિંગિંગ શોના ફાઇનલમાં અભિનેત્રી આલિયા ભટ્ટે પણ હાજરી આપી હતી. શોમાં તે પોતાની આગામી ફિલ્મરાજીનું પ્રમોશન કરવા માટે આવી હતી. દરમિયાન આલિયાએ શોના દર્શકો માટે એક ગીત પણ ગાયું હતું. આલિયા સાથે ગાયેલું ગીતને શંકર મહાદેવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું.

(7:38 pm IST)