ફિલ્મ જગત
News of Saturday, 17th March 2018

નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર કપિલ શર્માના શોમાં જોડાશે

મુંબઈ:કોમેડી કિંગ કપિલ શર્મા લાંબા બ્રેક બાદ પોતાના નવા શો ફેમિલી ટાઈમ વીથ કપિલ શર્મા સાથે વાપસી કરશે. આ શો સાથે જોડાયેલ નવી નવી માહિતી રોજ સામે આવી રહી છે. ત્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે, કપિલ શર્માના નવા શોમાં નવજોતસિંહ સિંધુ પણ જોડાશે. આ પહેલા સિંધુ કોમેડી નાઈટ વીથ કપિલમાં પણ મહત્વનો ભાગ હતા. શોની બાકી કાસ્ટિંગ પણ પહેલાથી જ નક્કી કરી લેવાઈ છે. સુત્રોનુ કહેવુ છે કે સિંધુ આ શોનો એક એપિસોડ પણ શુટ કરી ચુક્યા છે અને ટૂંક સમયમાં તેનો પ્રોમો પણ રીલીઝ કરાશે. શો સાથે સિંધુના જોડાવાથી તેમના સમર્થકોમાં ખુશી વ્યાપી ગઈ છે. આ પહેલાના શોમાં સિંધુ પોતાની શાયરી અને હસવાની આદતના કારણે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. તાજેતરમાં અભિનેત્રી નેહા પેડ્સે પણ આ શો સાથે જોડાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. તે શોમાં કપિલની કો હોસ્ટ હશે. 

(5:15 pm IST)