ફિલ્મ જગત
News of Wednesday, 17th February 2021

શંકર મહાદેવને પુત્ર શિવમ સાથે ગાયા બે ગીતઃ વિડીયો વાયરલ

મુંબઇ તા. ૧૭: બોલીવૂડના સુપ્રસિધ્ધ ગાયક, સંગીતકાર શંકર મહાદેવને પોતાના પુત્ર શિવમ સાથે બે ગીતો મેરા પ્યાર અન મસ્ત ગગન ગાયા છે. આ ગીતનો વિડીયો શંકરના પુત્ર શિવમે ઇંસ્ટાગ્રામ પર અપલોડ કરતાં ખુબ વાયરલ થયો છે. પિતા-પુત્ર બંને એકબીજા સાથે ગાયનનો આનંદ લેતાં જોવા મળી રહ્યા છે. અનેક ચાહકો આ ગીતને પસંદ કરી દિલની ઇમોજી આપી રહ્યા છે. બે ગીતોમાં એક ભાગ મિલ્ખા ભાગનું ગીત મેરા પ્યાર...છે. જે સોનમ અને ફરહાન પર ફિલ્માવાયું હતું. જ્યારે બીજુ ગીત મસ્ત મગન આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર પર ફિલ્માવાયું હતું.

(2:58 pm IST)