ફિલ્મ જગત
News of Wednesday, 17th February 2021

અમિતાભની દોહિત્રી નવ્યા ફિલ્મોમાં નહિ આવેઃ પિતાનો બિઝનેસ સંભાળશ

સોશિયલ મિડીયામાં અસંખ્ય ફોલોઅર્સ ધરાવતી

મુંબઇ તા. ૧૭: બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સોશિયલ મિડીયામાં ખુબ જ જાણીતી છે. તેના અહિ અસંખ્ય ફોલોઅર્સ છે. ચર્ચા હતી કે નવ્યા પણ ફિલ્મોમાં કારકિર્દી બનાવશે. પરંતુ હાલમાં જ નવ્યાએ સ્પષ્ટતા કરી દીધી છે કે તે ફિલ્મો સાથે નહિ પરંતુ પિતાના બિઝનેસ સાથે જોડાઇ રહી છે. ફિલ્મોમાં આવવાનો તેનો કોઇ ઇરાદો નથી.

નવ્યા નવેલી નંદા અમિતાભના પુત્રી શ્વેતા બચ્ચન નદાની દિકરી અને અભિષેક બચ્ચનની ભાણેજ છે. તેણે ગયા વર્ષે ડિજીટલ ટેકનોલોજી અને યુએકસ ડિઝાઇનમાં ગ્રેજ્યુએશન પુરૂ કર્યુ છે. તે હેલ્થકેર કંપનીમાં કો-ફાઉન્ડર પણ છે. આ કંપની મહિલાઓ માટે કામ કરે છે. નવ્યાએ તાજેતરમાં એક પ્રોજેકટ નવેલી લોન્ચ કર્યો છે. આ સંસ્થા દેશમાં લૈંગિક સમાનતા માટે કામ કરે છે.

નવ્યાએ કહ્યું હતું કે તે પિતાના ફેમિલી બિઝનેસ સાથે જોડાવાની તૈયારીમાં છે. હું પરિવારની ચોથી પેઢી અને પહેલી મહિલા છું, જે આ બિઝનેસમાં જોડાશે. મારા દાદા એચ. પી. નંદા દ્વારા મળેલી વિરાસતને આગળ લઇ જવાનું મારા માટે ગોરવ લેવા જેવી બાબત છે. અનેક મહિલાઓ બિઝનેસની ધુરા સંભાળી રહી છે, હું પણ આ ફિલ્ડમાં આગળ વધીશ.

(2:57 pm IST)