લોકોની નજરમાં રહેવા સતત કામ કરતી રહે છે શમિતા
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી ઇન્ડસ્ટ્રીમાં વીસ વર્ષથી છે, પરંતુ તેણે ફિલ્મો ખુબ ઓછી કરી છે. શમિતાએ તાજેતરમાં તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેણે કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવી જગ્યા છે જ્યાં તમે લોકોની નજરમાંથી હટી જાવ તો તેના મગજમાંથી પણ તરત નીકળી જાવ છો. શમિતા છેલ્લે વેબ સિરીઝ બ્લેક વિડોઝમાં જોવા મળી હતી. વધુ એક ફિલ્મ ધ ટેનન્ટ પણ આવી રહી છે, જે અઢારમી ઓગષ્ટના રિલીઝ થશે. શમિતા કહે છે મને પહેલેથી જ વધુ ફિલ્મો કરવામાં રસ નહોતો, કારણ કે મેં કવોન્ટીટી નહિ કવોલિટીને મહત્વ આપ્યું છે. પ્રાસંગીક કહાની હોય એને જ હું વધુ મહત્વ આપતી રહી છું. પણ આ ઇન્ડસ્ટ્રીમાં તમારે સતત લોકોની નજર સામે રહેવું પડે છે. જો ધ્યાન ન રાખો તો લોકોના મગજમાંથી પણ નીકળી જાવ છો. પરંતુ મને હવે આ બાબતે જરાય પરવા નથી. કારણ કે હું સતત કંઇક ને કંઇક કામ કરતી રહુ છું.