ફિલ્મ જગત
News of Friday, 17th January 2020

રણવીર સિંહ સાથે કામ કરવું ખુબ મજેદારઃ બોમન

બોલીવૂડ અભિનેતા રણવીરસિંહની ફિલ્મ '૮૩' આવી રહી છે. આ ફિલ્મમાં તે ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન કપિલ દેવની ભુમિકા નિભાવી રહ્યો છે. આ ઉપરાંત તે બીજી ફિલ્મ 'જયેશભાઇ જોરદાર' કરી રહ્યો છે. આ ફિલ્મનું કામ શરૂ થઇ ગયું છે. રણવીરસિંહનો પહેલો લૂક પણ સામે આવી ગયો હતો. જેમાં તે ગુજરાતી યુવાનના પહેરવેશમાં દેખાય છે. આ ફિલ્મમાં હવે એક વધુ મોટા અભિનેતાની એન્ટ્રી થઇ છે, એ છે બોમન ઇરાની. રણવીરસિંહના પિતાનો રોલ બોમન નિભાવી રહ્યા છે. તેણે કહ્યું હતું કે જયેશભાઇ જોરદાર ફિલ્મની સ્ક્રિપ્ટ દુર્લભ  અને શાનદાર છે. આ એક જીવંત કહાની છે.  મારા માટે આ ફિલ્મના લેખક અને નિર્દેશક દિવ્યાંગ જબરદસ્ત છે. આવી પ્રતિભા બહુ ઓછી સામે આવતી હોય છે.

તેણે કંઇક એવું લખ્યું છે કે તે હાસ્યાત્મક અને મનોરંજન સાથે મજબૂત વિચારોનો સંદેશ છે. બોમને કહ્યું હતું કે રણવીર સિંહ સાથે કામ કરવાનું મજેદાર રહ્યું છે. તે પાવરહાઉસ પરફોર્મર છે, દરેક સિનમાં તે અભિનેતા તરીકે ભરપુર યોગદાન આપે છે. આવા લોકો સાથે જોડાવું મને ખુબ ગમે છે.

(10:04 am IST)