ફિલ્મ જગત
News of Monday, 16th December 2019

સિલ્વર સ્ક્રિન પર સૈફ અલી ખાનની પુત્રીનો રોલ કરશે અનન્યા પાંડે

મુંબઈ:   અભિનેત્રી અનન્યા પાંડેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પતિ પત્ની ઓર વો'  બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બોલિવૂડમાં એક ચર્ચા છે કે અનન્યા તેની આગામી ફિલ્મમાં સૈફની પુત્રી હશે. તે ફરહાન અખ્તર દિગ્દર્શિત થ્રિલર ફિલ્મ હશે. ફિલ્મ પિતા અને પુત્રીના સંબંધની આસપાસ ફરે છે.કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું દિગ્દર્શન રાહુલ ધોળકિયા કરશે. સૈફ પાસે હાલમાં ઘણી ફિલ્મો છે. તે અજય દેવગણની સાથે 'તન્હાજી: અનસંગ વોરિયર'માં જોવા મળશે, અને ટૂંક સમયમાં તે વેબ સીરીઝનું શૂટિંગ પણ શરૂ કરશે.

(5:17 pm IST)