ફિલ્મ જગત
News of Monday, 16th December 2019

દબંગ ૩ના પ્રમોશન માટે સલમાન ખાન ચેન્નઈ, હૈદ્રાબાદ અને બેન્ગલોર જશે

મુંબઈ : સલમાન ખાન પહેલી વખત 'દબંગ ૩'ના પ્રમોશન માટે ચેન્નઈ, હૈદરાબાદ અને બેન્ગલોર જશે. આ ફિલ્મ ૨૦ ડિસેમ્બરે હિન્દી સિવાય તેલુગુ, તામિલ અને કન્નડમાં રિલીઝ થવાની છે. આ તેની પહેલી ફિલ્મ છે જે અન્ય ભાષામાં રિલીઝ થવાની છે. સલમાનના ફેન્સને જયારથી જાણ થઈ છે કે તેમના શહેરમાં સલમાન આવશે ત્યારથી તેને જોવાની તાલાવેલી વધી ગઈ છે. મેકર્સે પણ આ ત્રણેય શહેરમાં ભવ્ય સેટઅપનું આયોજન કર્યું છે. સલમાન પણ તેની ફિલ્મના પ્રમોશનમાં કોઈ કસર છોડવા નથી માગતો. પ્રભુદેવા ડિરેકટેડ આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન, સુદીપ કિચ્ચા અને મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર જોવા મળવાની છે.

(3:54 pm IST)