ફિલ્મ જગત
News of Monday, 16th December 2019

બહૂ બેગમમાં હવે સબિનાની એન્ટ્રી

ઝી ટીવીનો શો વો અપના શામાં સુરભી અગ્રવાલનું પાત્ર ભજવી જાણીતી બનેલી અભિનેત્રી સબીના જત હવે કલર્સના શો બહૂ બેગમમાં જોવા મળવાની છે. જુલાઇથી શરૂ થયેલા આ શોમાં અઝાન અખ્તર મિર્ઝા અને શાયરા સૈયદ વચ્ચે ભોપાલ શહેરમાં આકાર લેતી કહાની દર્શાવાઇ રહી છે. આ પાત્રો અર્જિત તનેજા અને ડિયાના ખાન નિભાવી રહ્યા છે. હવે કહાનીમાં ચોંકાવનારા વળાંકો આવવાના છે. આ માટે નવા પાત્ર તરીકે સબિના જતની એન્ટ્રી થશે. શબિના અગાઉ વો અપના સા શો ઉપરાંત કલર્સના જ શો ઉડાન અને થપકી પ્યાર કીતથા કવચ અને કસમ સહિતમાં કામ કરી ચુકી છે. વો અપના સા સિરીયલ ઝી ટીવી પર વર્ષ ૨૦૧૭-૧૮માં દર્શાવાઇ હતી. થોડા દિવસ પહેલા આ શો બંધ થઇ જશે તેવી વાતો વહેતી થઇ હતી. જો કે હવે એવી વાત સામે આવી છે કે શો ને પાંચ વર્ષ આગળ લઇ જવાશે એટલે કે લીપ આપીને કહાની આગળ વધારાશે. જેમાં અઝાન, શાયરા અને નૂરની સાથે સબિનાનું પાત્ર આવશે.

 

(10:01 am IST)