ફિલ્મ જગત
News of Monday, 16th December 2019

સીરિઝ શરૂ થવાની રાહ જોઇ રહી છે કિર્તી

બોલીવૂડના ઘણા કલાકારો માટે વર્ષ ૨૦૧૯ સારુ રહ્યું છે. આ પૈકી કિર્તી કુલ્હારી પણ એવી અભિનેત્રી છે જેને આ વર્ષ ફળ્યું છે. તેણે તાજેતરમાં એમેઝોન પ્રાઇમની વેબ સીરિઝ ફોર મોર શોટ્સ પ્લીઝમાં બીજી સિઝનનું ડબીંગ કર્યુ છે. કિર્તીએ અગાઉ ફિલ્મ ઉરી-ધ સર્જીકલ સ્ટ્રાઇક, મિશન મંગલ અને બોર્ડ ઓફ બ્લડમાં કામ કર્યુ હતું. આ ઉપરાંત કિર્તી ધ ગર્લ ઓન ધ ટ્રેનની સિકવલનું શુટીંગ પણ પુરૂ કર્યુ છે. આ પછી તે ડબીંગના કામમાં વ્યસ્ત થઇ હતી. તે ડબીંગ કરતી હોય તેવો ફોટો સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો. કિર્તીએ કહ્યું હતું કે તે ફોર મોર શોટ્સ પ્લીઝની બીજી સિઝન માટે ખુબ જ આશાવાદી અને ઉત્સાહિત છે. આ સિઝન આવતા વર્ષે આવવાની છે. આ વખતે પણ કહાની, ચારેય છોકરીઓ અને અનેક આનંદદાયક વાતો સીરિઝમાં જોવા મળશે. કિર્તી કુલ્હારી કહે છે હું આ શોની રિલીઝની આતુરતાથી રાહ જોઇ રહી છું. લોકો પહેલી સિઝન કરતાં પણ વધુ મનોરંજન આ વખતે મેળવશે તેવો પુરો વિશ્વાસ છે.

(10:00 am IST)