ફિલ્મ જગત
News of Sunday, 16th December 2018

ઓમાન બાદ પ્રિયંકા અને નિક હનીમૂન માટે સ્વિત્ઝર્લેન્ડ જશે

મુંબઈ :બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વિદેશી બાબુ સાથે ધામધૂમથી લગ્ન કરી લીધા છે. તેનું એક રિસેપ્શન દિલ્હીમાં થઇ ગયું છે, અને મુંબઇમાં ૧૯ અને ૨૦ ડિસેમ્બરના રિસેપ્શન કરવાની છે. પ્રિયંકા અને નિકે એક ટૂંકુ હનીમૂન ઓમાનમાં કર્યું છે અને હવે સ્વિત્ઝર્લેન્ડ જવાની યોજના કરી રહ્યા છે.

સૂત્રની વાત સાચી માનીે તો પ્રિયંકા જલદી હનીમૂન માટે સ્વિત્ઝર્લેન્ડજવાની છે. તે ૨૭ ડિસેમ્બરના અહીં રવાની થશે. તે સ્વિત્ઝરલેન્ડમાં ક્રિસમસ અને ન્યુઇયર મનાવશે અને ૧૦ જાન્યુઆરીએ હનીમૂન કરી પાછી આવશે. ત્યાર બાદ પ્રિયંકા પોતાની આગામી ફિલ્મ ' ધ સ્કાય ઇઝ પિંકનું શૂટિંગ કરશે. નિક હાલન્યુયોર્ક જતો રહ્યો છે, તે રિસેપ્શનની તારીખ દરમિયાન મુંબઇ પાછો ફરશે

(8:25 pm IST)