ફિલ્મ જગત
News of Saturday, 15th December 2018

FTII ચેરમેન પદ પર ‘CID’નાં ડાયરેક્ટર-પ્રોડ્યૂસર બ્રિજેન્દ્ર પાલ સિંહની નિયુક્તિ

મુંબઈ: દિગ્ગજ એક્ટર અનુપમ ખેરે FTII ચેરમેન પદ છોડ્યા બાદ મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગે નવી નિમણૂક કરી દીધી છે. ગુરૂવારનાં હિટ શૉ ‘CID’નાં ડાયરેક્ટર-પ્રોડ્યૂસર બ્રિજેન્દ્ર પાલ સિંહને FTII(ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા)નાં નવા ચેરમેન બનાવ્યા છે. FTIIએ ટ્વિટર પર આ વાતની જાણકારી આપી છે. બ્રિજેન્દ્ર FTII ગવર્નિંગ કાઉન્સિલનાં વાઇસ ચેરમેન બન્યા છે. બ્રિજેન્દ્ર ક્રાઇમ સીરીઝ CID માટે જાણીતા છે. સોની ટીવીનાં ક્રાઇમ શૉ CIDએ તાજેતરમાં જ 21 વર્ષ પૂર્ણ કર્યા છે. CIDએ લિમ્કા બૂક ઑફ રિકોર્ડ્સમાં નામ નોંધાવ્યું છે.બ્રિજેન્દ્ર ટીવીની દુનિયાનાં નામી પ્રોડ્યૂસર છે. ફાયરવર્ક્સ પ્રોડક્શન તેમની કંપની છે. તેઓ દહેરાદૂનથી છે અને તેમણે FTIIથી શિક્ષણ લીધુ છે. તેઓ FTII 1970-73 બેચથી જોડાયેલા છે. તેઓ સિનેમેટોગ્રાફીમાં સ્પેશલાઇઝ્ડ છે. તેમણે પોતાનું કેરિયર 1973માં દૂરદર્શનથી ન્યૂઝ કેમેરામેન તરીકે શરૂ કર્યું હતુ. બ્રિજેન્દ્ર પાલ સિંહે દૂરદર્શન માટે પહેલી મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ફક્ત 4 દિવસમાં બનાવી હતી. તેમણે 2010માં ભારતની પહેલી સાઇલેંટ કૉમેડી ‘ગુટરગુ’ને પ્રોડ્યુસ કરી હતી.

(3:48 pm IST)