સિંગર અલકા યાજ્ઞિકની પુત્રી સાયશાએ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
મુંબઈ: બોલીવુડમાં અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે. બોલીવુડની જાણીતી સિંગર અલકા યાજ્ઞિકની દીકરી સાયેશાનાં લગ્ન બુધવાર 12 ડિસેમ્બરનાં રોજ થયા. સાયેશાએ પોતાના બૉયફ્રેન્ડ અમિત દેસાઈ સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં સાયશા લાલ રંગનાં લહેંગામાં તો અમિત આઇવરી શેરવાનીમાં જોવા મળ્યો હતો. સુપરહિટ ગાયિકા અલકા યાજ્ઞિકે પોતાની દીકરીનાં લગ્નમાં એક ઇમોશનલ સિંગિંગ પરફૉર્મેન્સ પણ આપ્યું. બોલીવુડમાંથી આ લગ્નમાં અભિનેત્રી પૂનમ ઢિલ્લન જોવા મળી હતી. સાયેશાનાં પ્રી-વેડિંગ કાર્યક્રમ 10 અને 11 તારીકે આયોજિત થયો હતો. આ દરમિયાન સાયેશાની હલ્દી અને સંગીત સેરેમની પણ થઈ હતી. જણાવી દઇએ કે ગત વર્ષે 25 ડિસેમ્બરનાં રોજ સાયેશા અને અમિતની રિંગ સેરેમની થઈ હતી. મા અલકા લાંબા સમય સુધી હિટ રહ્યા છતા સાયેશાએ ફિલ્મ જગતથી અંતર બનાવેલુ રાખ્યું. એકવાર સિંગિંગની ટ્રેનિંગ પણ લીધી, પરંતુ મન માન્યુ નહીં. સાયેશા 28 વર્ષની છે અને તે મુંબઈનાં અંધેરી વિસ્તારમાં Boveda Bristro રેસ્ટોરેંટની કૉ-ઑનર છે. વાત કરીએ તેની શિક્ષાની તો તે લંડન સ્કૂલ ઑફ માર્કેટિંગથી એમબીએ કરીને આવી છે.