ફિલ્મ જગત
News of Tuesday, 16th November 2021

ફિલ્મ 'સૂર્યવંશી'એ ૧૫૦ કરોડની કમાણી કરીઃ હવે ૨૦૦ કરોડ કલબ પર મેકર્સની નજર

રિલીઝ થયાના બીજા રવિવારે ૧૦ કરોડની સાથે 'સૂર્યવંશી'એ ૧૫૦ કરોડનો વકરો કર્યોઃ દુનિયાભરમાં અક્ષય કુમાર-કેટરીના કૈફની 'સૂર્યવંશી'નું કલેકશન ૨૦૦ કરોડ રૂપિયા

મુંબઇ, તા.૧૬: અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ 'સૂર્યવંશી'એ ડોમેસ્ટિક બોકસ ઓફિસ પર ૧૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. રિલીઝ થયા બાદના બીજા રવિવારે ફિલ્મને ૧૦ કરોડની આવક થઈ હતી અને આ સાથે કુલ કમાણી ૧૫૦ કરોડએ પહોંચી હતી. 'સૂર્યવંશી'એ રોહિત શેટ્ટીની કોપ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ છે અને કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના કારણે દોઢ વર્ષ બાદ થિયેટરમાં રિલીઝ થઈ છે.

'સૂર્યવંશી' ૫મી નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ હતી અને ડોમેસ્ટિક સહિત વર્લ્ડ વાઈડ કલેકશન ૨૧૭.૧૮ કરોડ રૂપિયા થયું છે. ડોમેસ્ટિક બોકસ ઓફિસ પર પણ ફિલ્મ ખૂબ જલ્દી ૨૦૦ કરોડ કમાશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. 'સૂર્યવંશી'એ મુંબઈ, દિલ્હી-ઉત્ત્।રપ્રદેશ તેમજ પૂર્વ પંજાબ કરતા સૌથી વધારે કમાણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સર્કિટમાંથી કરી છે.

'સૂર્યવંશી' ઓટીટી પ્લેટફોર્મ સાથેની ડીલથી પણ સારી કમાણી થઈ હોવાના અગાઉ રિપોર્ટ્સ હતા. ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાના એક મહિના બાદ ડિજિલ પ્લેટફોર્મ પર આવવાની છે અને આ માટે મેકર્સને ૧૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 'સૂર્યવંશી' ૪ ડિસેમ્બરે ઓટીટી પર ડેબ્યૂ કરશે.

અક્ષય કુમાર અને કેટરીના કૈફની ફિલ્મ 'સૂર્યવંશી'માં અજય દેવગણ અને રણવીર સિંહ પણ કેમિયો પરંતુ મહત્વનો રોલમાં છે. ફિલ્મ માર્ચ, ૨૦૨૦માં રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનના કારણે રોહિત શેટ્ટીએ થિયેટરમાં જ તેને રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન દ્યણી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી પરંતુ રોહિત શેટ્ટીએ તે વિકલ્પ પસંદ કર્યો નહોતો.

(3:34 pm IST)