ફિલ્મ જગત
News of Friday, 16th November 2018

અજય દેવગન અને કાજોલે શૂટિંગ કર્યુ કોફી વિથ કરણનું

અજય દેવગન અને કાજોલે ગઇકાલે 'કોફી વિથ કરણ'નું શૂટિંગ કયુંર્ હતું. કાજોલ અને કરણની દોસ્તીમાં તિરાડ પડયા બાદ તેઓ ફરી મિત્રો બની ગયાં હતાં. કાજોલ અને કરણ ખાસ મિત્રો હોવા છતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને થોડા મહિના બાદ તેમની સુલેહ પણ થઇ ગઇ હતી. જોકે કરણ અને અજય વચ્ચેના ઝઘડાનો અંત હાલમાં જ આવ્યો હતો. તેમની વચ્ચે મિત્રતા થવાથી તેઓ ત્રણેય સાથે આ શોમાં જોવા મળશે. અજય દેવગન પહેલી વાર ૨૦૧૧માં આવેલી 'કોફી વિથ કરણ'ની ત્રીજી સીઝનમાં એકલો હાજર રહ્યો હતો. આ શોમાં તેણે ગઇ કાલે બીજી વાર હાજરી આપી હતી. બીજી તરફ કાજોલ શોમાં શાહરૂખ ખાન, રાની મુખરજી અને આયાન મુખરજી સાથે જોવા મળી ચૂકી છે. તે પહેલી વાર આ શોમાં તેના પતિ સાથે જોવા મળશે. તેમના શૂટિંગનો ફોટો કરણ જોહરે ટ્વિટર પર શેર કર્યો હતો.

(11:04 am IST)