ફિલ્મ જગત
News of Friday, 16th November 2018

કંગના રનોૈતની ફિલ્મ 'પંગા'નું કામ થયું શરૂ

કંગના રનોૈત સતત ફિલ્મો કરી રહી છે. તે કહે છે પોતે ગ્લેમર માટે નહિ પણ ફિલ્મો માટે ઇન્ડસ્ટ્રીમાં ઓળખાય તે પસંદ છે. મણિકર્ણિકાનું શુટીંગ કંગનાએ પુરૂ કરી લીધું છે અને બીજી ફિલ્મનું કામ શરૂ કર્યુ છે. આ ફિલ્મનું નામ 'પંગા' છે. નિર્દેશક અશ્વિની ઐયરની આ ફિલ્મની લાંબા સમયથી ચર્ચા હતી. આ ફિલ્મની ઘોષણા પણ મોટા પાયે કરવામાં આવી હતી. તે વખતે ફિલ્મના નામ સાથે કલાકારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતાં. અશ્વિનીએ એક તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેમાં ફિલ્મનું કિલપબોર્ડ દેખાય છે, જેમાં તેણે લખ્યું છે કે-સીધે રાસ્તે મેં સપનો કી ઓર પંગા. આ ફિલ્મ સ્પોટ્સ બેઝ છે. જેમાં ખેલાડીઓના જીવનની વાત અને પરિવારે કેવી રીતે મદદ કરી તે બાબત હશે. કંગના સાથે રીચા ચઢ્ઢા, નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી અને જસ્સી ગીલ પણ છે.

(10:53 am IST)