ફિલ્મ જગત
News of Wednesday, 16th October 2019

કપીલ વસુલે છે અધધધ ફી

કોમેડિયન કપિલ શર્માનો શો ટીવી પરદે ખુબ છવાયેલો છે. ટીઆરપી ચાર્ટમાં પણ આ શો ટોપ પાંચમાં સતત સામેલ રહે છે. એક એકથી ચઢીયાતી સેલિબ્રિટીઝ આ શોની મહેમાન બનતી રહે છે. થોડા સમય પહેલા શોમાં ઉદિત નારાયણ આવ્યો હતો. ઉદિતે બધાની સામે એવી વાત કરી હતી કે કોમેડિયન કપિલની બોલતી બંધ થઇ ગઇ હતી. કપિલ શર્મા એક એપિસોડ દીઠ કેટલી ફી વસુલ કરે છે તેનો ખુલાસો ઉદિતે મજાક-મજાકમાં કરી દીધો હતો. આ વિડીયો ખુદ કપિલે પોતાના ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. કપિલે ઉદિતને જોઇને કહ્યું હતું કે તમારો ચહેરો ખુબ પ્યારો છે. લાગે છે કે તમે કોઇના પૈસા લીધા નહિ હોય, પણ તમારી પાસેથી બધા જ લોકો પૈસા લઇ જતાં હશે. ત્યારે ઉદિતે કહ્યું હતું કે તમારે ચિંતાની જરૂર નથી. તમે તો એક એક એપિસોડ દિઠ એક કરોડ વસુલો છો! આ સાંભળી પહેલા તો સોૈ કોઇના મોઢા ખુલ્લા રહી ગયા હતાં. પછી બધા ખુબ હસી પડ્યા હતાં. કપિલે પણ આ વાતનું કોઇ ખંડન કર્યુ નહોતું અને સહમતિ પણ આપી નહોતી. એ પણ હસી પડ્યો હતો.

 

(10:06 am IST)