ફિટનેસની બાબતમાં દીપિકા પાદુકોણ હમેશા રહે છે સર્તક
મુંબઈ:મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાની ફિટનેસ બાબતમાં સતત જાગૃત રહેતી આવી છે. તાજેતરમાં ફરી એકવાર એણે પોતાના વર્ક આઉટની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકી હતી.માતબર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલી સાથે રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત જેવી સુપરહિટ ફિલ્મો આપનારી દીપિકા હાલ કોઇ નવી ફિલ્મ કરી રહી નથી. એ વિશાલ ભારદ્વાજની સપના દીદી કરવાની હતી પરંતુ સપના દીદીના હીરો ઇરફાન ખાને કેન્સરની સારવાર માટે વિદેશ જવું પડયું એટલે વિશાલે સપના દીદી અટકાવી દીધી હતી. એ સમયગાળામાં દીપિકાને પણ બેક પેઇન હોવાથી એણે કોઇ નવી ફિલ્મ લેવાનું વિચાર્યું નહોતું. જો કે એ સમયે એવી વાતો પણ વહેતી થઇ હતી કે એ નવેંબરમાં પોતાના બૉયફ્રેન્ડ રણવીર સિંઘ સાથે લગ્ન કરવાની છે એટલે નવી ફિલ્મો લેતી નથી. આમ એ સાવ ફ્રી હોવા છતાં એણે વર્ક આઉટ કરવાનું ચાલુ રાખ્યું હતું અને સતત વર્ક આઉટ દ્વારા ફિટ રહેતી હતી. પોતે નિયમિત વર્ક આઉટ કરતી રહી છે એવું એણે આ વિડિયો ક્લીપ દ્વારા દેખાડી આપ્યું હતું.