ફિલ્મ જગત
News of Tuesday, 16th October 2018

ન્યુયોર્કમાં કપૂર પરિવારને મળવા પહોંચી આલિયા ભટ્ટ

મુંબઈ: લિસ્ટની અભિનેત્રી આલિયા ભટ્ટ અમેરિકામાં હાલ રહેતા કપૂર પરિવારને મળવા ન્યૂયોર્ક ગઇ હોવાની જાણકારી મળી હતી.કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરતાં કરતાં આલિયા અને રણબીર કપૂર એકમેકની તરફ આકર્ષાયાં હોવાની અને બંને વચ્ચે પ્રણય અંકુર ફૂટયાં હોવાની વાતો થોડા સમયથી વહેતી થઇ હતી. કપૂર પરિવાર અને ભટ્ટ પરિવાર બંનેએ મૈત્રીને પોતાના આશીર્વાદ હોવાનું જાહેર કર્યું હતું.ગયા પખવાડિયે રિશિ કપૂર ઓચિંતા એક બીમારીની સારવાર માટે અમેરિકા જવા રવાના થયા હતા અને એમનાં માતુશ્રી કૃષ્ણા કપૂરનું નિધન થયું છતાં અંતિમ સંસ્કાર માટે મુંબઇ પાછાં ફરી શક્યા નહોતાં. એમની સાથે નીતુ સિંઘ કપૂર અને રણબીર કપૂર પણ અમેરિકામાં છે.પોતાના બૉયફ્રેન્ડ અને એના પરિવારને મળવા આલિયા ભટ્ટ અમેરિકા જવા રવાના થઇ હતી સમાચાર જૂના થઇ ગયા હતા. આલિયાએ પોતે અમેરિકામાં એપલના વડા મથકની બહાર પોતે ઊભી છે એવો ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર શૅર કર્યો હતોતાજેતરમાં રણબીર કપૂરે પોતે બલ્ગેરિયામાં લીધેલા આલિયા ભટ્ટના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા એટલે પરથી કલ્પી શકાય છે કે આલિયાનો ફોટોગ્રાફ પણ રણબીર કપૂરે લીધો હોઇ શકે છે.આલિયા રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્ર કરવા ઉપરાંત કરણ જોહરની કલંક ફિલ્મ પણ કરી રહી છે જેમાં એની સાથે વરુણ ધવન પણ ચમકી રહ્યો છે. બંને ફિલ્મો ૨૦૧૯માં રજૂ થવાની છે.

(4:45 pm IST)