News of Tuesday, 16th October 2018
ઋષિકપૂર પરિવારને મળ્યો આલિયા ભટ્ટનો સાથ :મળવા પહોંચી ન્યુયોર્ક
મુંબઈ :એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું રિલેશનશીપ હાલ ચર્ચામાં છે. પોતાના સંબંધો અંગે બંને એક્ટર્સે ક્યારેય સહમતિનો નથી આપી પરંતુ તેમણે આ અંગે ક્યારેય ઇનકાર પણ નથી કર્યો. તેવામાં આલિયા રણબીર અને તેના પરિવારનો સાથ આપતી જોવા મળી. આલિયા હાલ ન્યૂયોર્કમાં છે.
આલિયા ન્યોયોર્કમાં છે તે અંગેની જાણકારી તેણે પોતે જ આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘The Big Apple’
રણબીરના પિતા ઋષિ કપૂર ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહ્યાં છે. હાલ નીતૂ કપૂર અને રણબીર કપૂર પણ તેમની સાથે ન્યૂયોર્કમાં જ છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર આલિયા રણબીર અને તેના પરિવારને મળવા માટે ન્યૂયોર્ક પહોંચી છે.
(1:38 pm IST)