ફિલ્મ જગત
News of Tuesday, 16th October 2018

નવરાત્રી ફળી નહિઃ ચાર ફિલ્મો થઇ ગઇ ખરાબ રીતે ફલોપ

નવરાત્રી પર ફિલ્મો રિલીઝ કરવાનું નિર્માતાઓને ભારે પડ્યું છે. આ અઠવાડીએ આવેલી ચાર ફિલ્મો ખરાબ રીતે ફલોપ નિવડી છે. કાજોલની 'હેલિકોપ્ટર ઇલા'ને પહેલુ વિકેન્ડ ફળ્યું નથી. માંડ સાડાત્રણ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ રહી નથી. ગોવિંદાએ ધડાકાભેર કમબેક કર્યુ, પણ તેની ફ્રાઇડે ફિલ્મને લોકોએ આવકારી નથી. આ ફિલ્મ જોનારાઓએ જાણે પોતાને ફ્રાય કરવામાં આવ્યા હોય તેવો અનુભવ વ્યકત કર્યો હતો. જલેબી અને તુમ્બાડની હાલત પણ ખરાબ થઇ ગઇ હતી. આ ફિલ્મોના શોની સંખ્યા તાબડતોબ ઘટાડવી પડી હતી. એક અઠવાડીયુ માંડ-માંડ આ ફિલ્મો પુરૂ કરશે.  હવે દર્શકોને દશેરાના તહેવાર પર આવનારી બે ફિલ્મો 'નમસ્તે ઇંગ્લેન્ડ' અને 'બધાઇ હો' ફિલ્મ પર આશા છે. આ ફિલ્મોમાં અર્જૂન કપૂર, પરિણીતી ચોપડા અને આયુષ્યમાન ખુરાના, સયાના મલ્હોત્રા અને નીના ગુપ્તા જેવા કલાકારો છે.

(9:59 am IST)