ફિલ્મ જગત
News of Wednesday, 16th September 2020

ભોજન પકાવવું ખુબ ગમે છે ઉર્ફી જાવેદને

અભિનેત્રી ઉર્ફી જાવેદ હાલમાં ટીવી શો એ મેરે હમસફરમાં પાયલનો રોલ નિભાવી રહી છે. આ શોના તમામ કલાકારોમાં એક ચીજ સમાન છે અને એ છે એકબીજાને આશ્ચર્યચકિત કરી દેવાની ક્ષમતા. ટીવી શોની પાયલને બહારનું ભોજન ખુબ પસંદ છે. પરંતુ અસલી જિંદગીમાં ઉર્ફીને બહારનું ભોજન પસંદ નથી. તે ઘરેથી સહકલાકારો માટે પણ ભોજન તૈયાર કરીને લાવે છે. બર્ગર, મિઠાઇ અને કેક પણ તે બનાવી શકે છે. તે સેટ પર આવે એટલે બધા કલાકારોને ખબર જ હોય કે ઉર્ફી કંઇક સ્વાદિષ્ટ વ્યંજન લાવી જ હશે. સેટ પર તો તેને બધા હવે શેફ તરીકે પણ બોલાવવા માંડ્યા છે. ઉર્ફી કહે છે હું સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરુ છું. મને ભોજન પકાવવું ખુબ ગમે છે. બહારનું ભોજન મને પણ ગમે છે. પરંતુ તેમાં કયુ તેલ છે? શું સામગ્રી વપરાઇ છે? તેની આપણને ખબર હોતી નથી. હું કેક બનાવવામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરુ છું. બર્ગર અને તેના માટેનો સોસ પણ જાતે બનાવુ છું. સેટ પર વૈષ્ણવીમેડમ અને ટીના ફિલીપ મારી રાહ જ જતોતા હોય છે. થોડા દિવસ પહેલા જ ઉર્ફી ઘરેથી માવા કેક સેટ પર લાવી હતી અને સમગ્ર ટીમને ચોંકાવી દીધી હતી. દર અઠવાડીયે એ મેરે હમસફર સોમથી શુક્ર સાંજે સાત કલાકે દંગલ ચેનલ પર દર્શાવાય છે.

 

(10:23 am IST)