ફિલ્મ જગત
News of Monday, 16th September 2019

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનનો ૬ વર્ષ જૂનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ

મુંબઈ : સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન બોલિવૂડમાં એન્ટ્રી લઈ ચૂકી છે. તેની પહેલી ફિલ્મ કેદારનાથ હતી. ફિલ્મમાં સારા સાથે સુશાંત સિંહ રાજપૂતે કામ કર્યું હતું. બાદમાં સારા સિમ્બામાં રણવીર સિંહ સાથે દેખાઈ હતી. બે ફિલ્મોથી જ સારાએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. હાલમાં સારાનો 6 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિવૂડમાં આવતા પહેલા સારા કોલંબિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. સાથે જ સ્કૂલનું શિક્ષણ તેણે ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે. સારાનો વીડિયો સામે આવ્યો છે તે ગ્રેજ્યુએશન ડેનો છે. સારાનો ઉત્સાહ વધારવા તેના મમ્મી-પપ્પા પણ પહોંચ્યા હતા. સારાનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ભૂતકાળમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાને કેટલાક સમય સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે સારા અલી ખાનની મમ્મી અમૃતા સિંહને આ રિલેશનશિપને લઈને વાંધો હતો. સારા તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં છે. સુશાંત અને સારામાંથી કોઈએ પણ પબ્લિકમાં રિલેશનશિપનો સ્વીકાર કર્યો નહોતો. કેદારનાથની આ જોડી વચ્ચે બ્રેકઅપ થયું હોવાના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે સુશાંતે સારાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી. કેટલાક રિપોર્ટ પ્રમાણે સારા સુશાંતને લઈને ખૂબ પસેઝિવ રહેવા લાગી હતી. આ કારણે બંને વચ્ચે ઝઘડો પણ થતો હતો અને એટલે જ તેમના સંબંધોનો અંત આવ્યો હતો.

 

(5:44 pm IST)