ફિલ્મ જગત
News of Monday, 16th September 2019

અમિતાભ બચ્ચનની ફિલ્મમો સંગીત આપનાર વનરાજ ભાટિયાની આર્થિક સ્થિતિ કફોડી...

મુંબઈ: અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અજૂબા’ અને હિટ ફિલ્મો ‘તમસ’, ‘અંકુર’, ‘મંથન’, ‘ભૂમિકા’, ‘મંડી’ અને ‘જુનૂન’માં સંગીત આપી ચૂકેલા મ્યૂઝિક ડાયરેક્ટર વનરાજ ભાટિયા આજે રોડ પર આવી ગયા છે. એક અહેવાલ પ્રમાણે વનરાજ હવે પૂરી રીતે તૂટી ગયા છે અને તેમની આર્થિક હાલત બહુ ખરાબ છે. તેમનું સ્વાસ્થ્ય પણ સાથ આપતું નથી અને મુંબઈમાં નેપિયન-સી રોડસ્થિત પોતાના મકાનમાં એકલા રહે છે. તેમને હરવાફરવામાં ઘૂંટણમાં બહુ દુખાવો થાય છે. એને કારણે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે મદદની જરૂર પડે છે. તેમને સંભળાય પણ ઓછું છે અને ભૂલી જવાની તકલીફ પણ ઊભી થઈ છે.

(5:27 pm IST)