ફિલ્મ જગત
News of Monday, 16th September 2019

અક્ષય કુમારની આ હિરોઈનને છે ઊંઘમાં ચાલવાની બીમારી....

મુંબઇ:  ઇલિયાના ડિક્રુઝ સોશિયલ મીડિયા પર સક્રિય છે. તે પોતાના ચાહકો સાથે સંપર્ક જાળવી રાખે છે. તેમજ તેમને પોતાની અંગત વાત પણ જણાવતી રહે છે. તાજેતરના એક ટ્વિટને કારણે તે ચર્ચામાં છે.  '' મને ઊંઘમાં ચાલવાની આદત છે. પરિણામે ઘણી વખત સવારે મારા પગમાં ઘા પડેલા જોવા મળતા હોય છે. મેં પણ મારી બીમારીનો સ્વીકાર કરી લીધો છે. મને આવી બીમારી છે, તેનો મને ખ્યાલ નહોતો. પરંતુ કોઇક સવારે હું ઊંધમાંથી જાગતી, ત્યારે મારા પગમાં ઘા, ચીરા કે સોજો જોતી. ત્યારે મને ધીરે ધીરે સમજ પડી કે. મને ઊંઘમાં ચાલવાની આદત છે. મારી આદતથી હું બહુ પરેશાન રહું છું,'' ઇલિયાનાએ ટ્વિટ કર્યું હતું.જોકે યુઝર્સે તેની વાત પર વ્યંગ કરતા કહ્યું છે કે, '' તું જાગે છે ત્યારે પથારીમાં હોય છે કે કોઇ અન્ય જગ્યા પર. જો તુ સ્વંયને કોઇ અન્ય સ્થાને જોતી હોય તો તને સ્લીપ વોકિંગની બીમારી છે તે માની શકાય નહીં તો પછી તું ભૂત-પ્રેતનો શિકાર બની ગઇ છો. ઇલિયાના છેલ્લે તેલુગુ ફિલ્મ 'અમર, અકબર એન્થનીમાં જોવા મળી હતી. હાલ તે આવનારી ફિલ્મ 'પાગલપંતી'ની તૈયારી કરી રહી છે. ફિલ્મમાં તે જોન અબ્રાહમ, અનિલ કપૂર, અરશદ વારસી સાથે કામ કરી રહી છે. 

(5:29 pm IST)