ફિલ્મ જગત
News of Monday, 16th September 2019

'એક વિલન'ની સિક્વલમાં કામ કરી શકે છે જોન અબ્રાહમ

મુંબઈ: બોલીવુડનો માચો મેન જોન અબ્રાહમ સુપરહિટ ફિલ્મ એક વિલનની સિક્વલમાં કામ કરતો જોવા મળી શકે છે.ચર્ચા પણ છે કે જ્હોનને વાર્તા ગમી છે અને તે જલ્દીથી સાઇન કરશે. અન્ય કલાકારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ફિલ્મ અંગે ટૂંક સમયમાં સત્તાવાર ઘોષણા કરવામાં આવશે અને ફિલ્મ આવતા વર્ષના પ્રારંભમાં ફ્લોર પર આવી શકે છે.નોંધપાત્ર વાત છે કે વર્ષ 2014 માં રિલીઝ થયેલ એક વિલનમાં રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સિદ્ધાર્થે ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા નિભાવી હતી, જે શ્રદ્ધા કપૂરના પ્રેમમાં પડે છે જ્યારે રિતેશ દેશમુખે ફિલ્મમાં સિરિયલ કિલરની ભૂમિકા ભજવી હતી.

(5:27 pm IST)