ફિલ્મ જગત
News of Monday, 16th September 2019

ટાઇગર વગર 'વોર' બની જ ન હોત

રિતીક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોર સતત ચર્ચામાં છે. પોસ્ટર, ટ્રેલર અને ગીતો દર્શકોને પસંદ પડી રહ્યા છે. બોલીવૂડની સોૈથી ખતરનાક એકશન ફિલ્મ હોવાનો દાવો થઇ રહ્યો છે. નિર્દેશક સિધ્ધાર્થ આનંદે રિતીક અને ટાઇગર વિશે કહ્યું હતું કે આ બંને અસલ જિંદગીમાં ગુરૂ-ચેલા છે, સાથે કામ કરવામાં બંને વચ્ચે કોઇ મુશિબત ઉભી થઇ નહોતી. બંને સારા ડાન્સર છે, એકશન હીરો છે અને બંનેના અસંખ્ય ચાહકો છે. આમ છતાં પ્રતિસ્પર્ધા જોવા મળી નથી.  સિધ્ધાર્થ કહે છે રિતીકને ટાઇગર પોતાનો આદર્શ ગણે છે. તો રિતીક પણ ટાઇગરનું માન જાળવે છે. ફિલ્મ વોરમાં ખાલિદ (ટાઇગર) અને કબિર (રિતીક)ની કહાની છે. ખાલિદ સિનીયર અને આઇડલ કબિરને પકડવા મેદાને ઉતરે છે, કબિર બાગી થઇ ગયો હોય છે. સિધ્ધાર્થ કહે છે આ ફિલ્મ માટે રિતીક તો નક્કી હતો. પણ જો ટાઇગર ન હોત તો  ફિલ્મ ડબ્બામાં બંધ થઇ ગઇ હોત.

(10:03 am IST)