ફિલ્મ જગત
News of Monday, 16th September 2019

બિગ બોસમાં ભાગ લેવાની તેજસ્વી પ્રકાશે કહી ના

ટીવી પરદે સિલસિલા બદલતે રિશ્તો કા શોમાં મિષ્ટીનો રોલ નિભાવી ચુકેલી અભિનેત્રી તેજસ્વી પ્રકાશને બિગ બોસ-૧૩ માટે ઓફર કરવામાં આવી હતી. પરંતુ આ અભિનેત્રીએ સલમાન ખાન સંચાલિત  બિગ બોસનો ભાગ બનવાની ના કહી દીધી છે. તેજસ્વીએ કહ્યું હતું કે મને બિગ બોસ ૧૩માં ભાગ લેવા ઓફર મળી હતી. પરંતુ મેં હમણા જ હજુ એક રિયાલીટી શો પુરો કર્યો હોઇ મારે આરામની જરૂર હતી. આથી આ વખતની સિઝમાં હું સામેલ થવા ઇચ્છતી નહોતી. કદાચ બિગ બોસની અન્ય સિઝનમાં હું સામેલ થઇ શકીશ. તેજસ્વીએ ખતરો કે ખિલાડી-૧૦માં પણ ભાગ લીધો છે. તે ટોપ થ્રીમાં સામેલ થઇ શકી નહોતી. તેણે સંસ્કાર-ધરોહર અપનો કી દ્વારા ટીવી પરદે કારકિર્દી શરૂ કરી હતી. એ પછી સ્વરાગિની, પહરેદાર પિયા કી, રિશ્તા લિખેંગે હમ નયા સહિતના શો કર્યા છે.

(10:02 am IST)