ફિલ્મ જગત
News of Friday, 16th August 2019

ટાઇગરે કહ્યું... મારી ઔકાત નથી ભાઇ!

યુવા હૈયાઓમાં વસી ગયેલા અભિનેતા ટાઇગર શ્રોફે પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ સાથે જબરદસ્ત ચાહકો જોડી લેવામાં સફળતા મેળવી છે. ટાઇગરે તાજેતરમાં ઇંસ્ટાગ્રામ પર પોતાના ચાહકો માટે 'આસ્ક મી એનિથિંગ' સેશન રાખ્યું હતું. જેમાં તેને તેની ફિલ્મો તેમજ અંગત જિંદગી વિશે અનેક સવાલો તેના ચાહકોએ પુછ્યા હતાં. એક યુઝર્સે તમે વર્જિન છો? એવો સવાલ પુછતાં ટાઇગરે-અબે બેશર્મ..મારા મમ્મી ડેડી મને ફોલો કરી રહ્યા છે! એવો જવાબ આપ્યો હતો. બીજા એક ચાહકે કેટલી ગર્લફ્રેન્ડ અત્યાર સુધીમાં રહી છે? તેવું પુછતાં તેણે બહુ નહિ, એવો જવાબ આપ્યો હતો. દિશા સાથે તમે ડેટ કરી રહ્યા છો? એવા સવાલ સામે ટાઇગરે 'મારી ઓૈકાત નથી ભાઇ' એવો જવાબ આપ્યો હતો. ટાઇગર અવાર-નવાર આ રીતે ચાહકો સાથે વાતો કરતો રહે છે. તેની રિતીક રોશન અને વાણી કપૂર સાથેની ફિલ્મ 'વોર' આવી રહી છે. આ ઉપરાંત બાગી-૩નું કામ પણ તે કરી રહ્યો છે.

(10:00 am IST)