ફિલ્મ જગત
News of Thursday, 16th August 2018

વિક્રમ બત્રાની ભૂમિકા માટે ખુબ મહેનત કરવી પડશેઃ સિધ્ધાર્થ

સિધ્ધાર્થ મલ્હોત્રા હવે કારગીલ શહિદ કેપ્ટન વિક્રમ બત્રાના રોલમાં જોવા મળશે. સિધ્ધાર્થે કહ્યું હતું કે આ રોલ મારી કારકિર્દીનો સોૈથી વધુ મુશ્કેલ રોલ છે. વિક્રમ બત્રાની બાયોપિકમાં સિધ્ધાર્થ મુખ્ય રોલમાં છે.

હાલમાં સિધ્ધાર્થ બાલાજી મોશનની એક ફિલ્મમાં વ્યસ્ત છે. જેમાં તેની સાથે પરિણિતી ચોપડા છે. આ ફિલ્મ પુરી કર્યા પછી તે વિક્રમ બત્રાની બાયોપિકનું શુટીંગ શરૂ કરશે. તે કહે છે આ પાત્રને ખુબ જ સારી રીતે પરદા પર રજુ કરવું એ મારું કામ છે અને મારી જવાબદારી પણ છે. આ માટે હું ખુદને તૈયાર કરી રહ્યો છું. આ રોલ માટે મારે ખુબ જ મહેનત કરવી પડશે. કારગીલ યુધ્ધમાં પાકિસ્તાની સેનાને ખદેડી દેવામાં મહત્વની ભૂમિકા કેપ્ટન વિક્રમ બત્રાએ નિભાવી હતી અને તેમને મરણોત્તર સર્વોચ્ય સૈન્ય સન્માન પરમવિર ચક્રથી નવાજવામાં આવ્યા હતાં.

(1:03 pm IST)