વિવેક ઓબેરોયને લાગ્યું સાઉથની ફિલ્મોનું ઘેલું: ચાર ફિલ્મો હાથ પર
રામગોપાલ વર્માની ફિલ્મો અને ક્રિશના વિલન તરીકે જાણીતો વિવેક ઓબેરોય હવે હિન્દી કરતાં સાઉથની ફિલ્મો વધુ કરી રહ્યો છે. ગયા વર્ષે તમિલ ફિલ્મ વિવેગમમાં પણ વિવેકને મહત્વનો રોલ મળ્યો હતો. એ ફિલ્મે બોકસ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. હવે વિવેક કન્નડ ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ રૂસ્તમ છે. જેમાં શિવ રાજકુમાર અને શ્રધ્ધા શ્રીનાથનો મુખ્ય રોલ છે. વિવેક આ ફિલ્મ માટે કન્નડ ભાષા બોલતા શીખી રહ્યો છે. રૂસ્તમ એક ગેંગસ્ટરની કહાની છે. આ ફિલ્મ ખુબ મોટા બજેટની બનશે. ફિલ્મનું પહેલા શેડ્યુલનું શુટીંગ ૧૫મી ઓગષ્ટના રોજ શરૂ થશે. વિવેક આ ફિલ્મમાં ગેંગસ્ટરનો રોલ નિભાવી રહ્યો છે. આ પછી તે મલાયલમ ફિલ્મ પણ કરી રહ્યો છે. જેમાં સુપરસ્ટાર મોહનલાલ પણ છે. રામચરણ તેજા સાથે એક તેલુગુ ફિલ્મ પણ છે.