દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે નાનકડી શ્રેયા
લોકપ્રિય બનેલા શો બાલિકા વધુની બીજી સિઝન હવે આવી રહી છે. ઓગષ્ટમાં આ શો કલર્સ પર શરૂ થઇ જશે. નિર્માતાઓએ તાજેતરમાં બાલિકા વધૂ- ૨નો પહેલો પ્રોમો રિલીઝ કર્યો હતો. એ પછી બીજો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આનંદી અને જગ્યાની માસૂમિયત આજે પણ દર્શકો ભૂલી નથી શક્યા. આ વખતે શો બાળ વિવાહ જેવી સામાજિક કુરીતિઓ પર બનાવવામાં આવ્યો છે. દર્શકો આ શો માટે આતુર છે. રિલીઝ કરવામાં આવેલાં પ્રોમોમાં શ્રેયા પટેલ દેખાય છે. તે નાનકડી આનંદીનાં રૂપમાં દર્શકોનું મનોરંજન કરવાની છે. આ સીરિયલમાં ગત સિઝનની જેમ જ બાળ વિવાહ પ્રથા સાથે જોડાયેલી કહાનીને ઉજાગર કરવામાં આવી છે. બાલિકા વધૂ સીઝન-૨માં આપકી નજરોને સમજા ફેઇમ શ્રેયા પટેલ અને બાલવીર ફેઇમ વંશ સયાની તથા રિદ્ધી નાયક શુકલા, કેતકી દવે, સીમા મિશ્રા, અંશુલ ત્રિવેદી, સુપ્રિયા શુકલા પણ છે. હાલમાં રાજસ્થાનમાં શુટીંગ ચાલી રહ્યું છે. અગાઉ ૨૦૦૮માં શરૂ થયેલો બાલિકા વધૂ શો સતત આઠ વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહ્યો હતો.