ફિલ્મ જગત
News of Thursday, 16th July 2020

સતત વ્યસ્ત બની રહી છે હિમાંશી

બિગ બોસ-૧૩માં ભાગ લીધા પછી હિમાંશી ખુરાના સતત વ્યસ્ત છે. તેને એક પછી એક મ્યુઝિક આલ્બમમાં કામ મળી રહ્યા છે. હિમાંશી સોશિયલ મિડીયા પર પણ સતત સક્રિય રહે છે. તે પોતાની ખુબસુરત તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.  તાજેતરમાં હિમાંશીએ ફોટોશૂટ કરાવ્યું છે. જે પૈકીની કેટલીક તસ્વીરો તેણે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં તેનો અંદાજ અત્યંત આકર્ષક છે. ચાહકો આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહી છે. હિમાંશીએ તસ્વીર પોસ્ટ કરતાં જ સાડા ત્રણ લાખથી વધુ લાઇકસ મળી ગઇ હતી. તેમજ તેની પ્રસંશા કરતી અનેક કોમેન્ટ્સ પણ તેને મળી હતી. અગાઉ હિમાંશીની કાર પર કોઇએ હુમલો કર્યો હતો. આ અંગેની પોસ્ટ પણ હિમાંશીએ સોશિયલ મિડીયા પર કરી હતી. ચંદીગઢ પાસેના એક ગામમાં શુટીંગ વખતે આ બનાવ બન્યાો હતો. બિગ બોસમાં હિમાંશીને પંજાબની ઐશ્વર્યા રાયનું નામ પણ મળ્યું હતું. હિમાંશીએ પંજાબી ફિલ્મોમાં પોતાની મોટી ઓળખ ઉભી કરી છે. બિગ બોસમાં તેની અસિમ રિયાઝ સાથેની જોડીને પસંદ કરવામાં આવી હતી.

 

(10:14 am IST)