ફિલ્મ જગત
News of Tuesday, 16th July 2019

હોરર કોમેડી 'રૂહ આફઝા'ના શુટીંગમાં વ્યસ્ત જ્હાન્વી કપૂર

અભિનેત્રી જ્હાન્વી કપૂર હાલમાં રોમાન્ટીક હોરર ફિલ્મ 'રૂહી આફઝા'નું શુટીંગ કરી રહી છે. શુટીંગના સ્થળે શ્રીદેવીની આ દિકરીની એક ઝલક નિહાળવા મોટી સંખ્યામાં ચાહકો દોડી આવ્યા હતાં. તાજ શહેરમાં જ્હાન્વી શુટીંગ કરી રહી છે. ફિલ્મના કલાકારો બટેશ્વર વિસ્તારમાં શુટીંગ કરી રહ્યા હોઇ ત્યાં આસપાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં. બટેશ્વર મંદિરના પ્રવેશદ્વાર પર શુટીંગ અને કલાકારોને નિહાળવા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતાં. યમુના કિનારે એક સાથે ૧૦૧ મંદિરો એક જ કતારમાં આવેલા છે. આ ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીનું પેતૃક ઘર અને શોૈરીપુર જૈન મંદિર પણ અહિ છે.  મેડોૈક ફિલ્મ્સ દ્વારા નિર્મિત રૂહી આફઝાનું શુટીંગ બટેશ્વર અને હોલીપુરાની હવેલીઓમાં ચાલી રહ્યું છે. હાર્દિક મહેતા નિર્દેશીત આ ફિલ્મમાં જ્હાન્વી સાથે રાજકુમાર રાવ પણ છે. 

(9:45 am IST)