ફિલ્મ જગત
News of Monday, 16th July 2018

'બઢો બહૂ'ફેઇમ રિતાશા રાઠોડ વેકેશનના મૂડમાં

ટીવી અભિનેત્રી રિતાશા રાઠોડ તાજેતરમાં થાઇલેન્ડ રજા ગાળવા ગઇ હતી. જ્યાંની કેટલીક હોટ તસ્વીરો તેણે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. કાળા રંગની બિકીનીમાં રિતાશા એકદમ સેકસી દેખાઇ રહી છે. તેણે એક તસ્વીર સાથેના કેપ્શનમાં લખ્યું છે કે-શું હું આખી જિંદગી આ રીતે રહી શકુ છું! રિતાશાનો ઇશારો એવા લોકો તરફ છે કે જે લોકો જેનું વજન વધી ગયું હોય તેની મજાક ઉડાવતાં હોય છે. રિતાશા પોતાની જાતને પ્રેમ કરતી હોવાની ખાસિયતને કારણે અનેક લોકોની પ્રેરણા બની ગઇ છે. રિતાશા કહે છે ટીવી ખુબ મોટુ માધ્યમ છે, પણ દુર્ભાગ્ય એ છે કે તેનો દુરૂપયોગ વધુ થાય છે અને લોકોને બેવકૂફ બનાવવાનો પ્રયાસ થાય છે. રિતાશા 'બઢો બહૂ' શો થકી જાણીતી બની હતી. તેણે અમુક સમય પહેલા સેટ પર આવવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેને શોમાં કામ કરવું નહોતું. પણ તેેણે કહ્યું હતું કે તેર મહિના કામ કર્યા પછી વેકેશન ઇચ્છતી હતી.

(12:47 pm IST)