ફિલ્મ જગત
News of Monday, 16th July 2018

હવે 'પ્રસ્થાનમ'ની તૈયારીમાં વ્યસ્ત થયો સંજય દત્ત

બોલીવૂડ અભિનેતા સંજય દત્તની જીવન કહાની સંજૂએ ધૂમ કમાણી કરી છે અને ભરપુર સફળતા મેળવી છે. ફિલ્મમાં અભિનય માટે રણબીર કપૂરના ખુબ વખાણ થઇ રહ્યા છે. ત્યારે હવે સંજય દત્ત પોતાની એક ફિલ્મ 'પ્રસ્થાનમ' માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મનો તેનો પ્રથમ લૂક જાહેર થઇ ગયો છે. જેમાં તે ઝભ્ભો અને ધોતી પહેરેલો દેખાય છે. પોસ્ટર રિલીઝ થયું તેની સાથે સંજય દત્ત એક ડાયલોગ બોલતો પણ દેખાય છે. હક દોગે તો રામાયણ શુરૂ હોગી, છીનોગે તો મહાભારત. આ પોસ્ટરને સંજયએ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યુ છે. આ ફિલ્મ થકી તે નિર્માતા પણ બન્યો છે. તેલુગુ સુપરહિટ ફિલ્મ પ્રસ્થાનમની આ હિન્દી રિમેક છે, અને નામ પણ એ જ રખાયું છે. જૈકી શ્રોફ, મનિષા કોઇરાલા, અમાયરા દસ્તુર, અલી ફઝલની પણ મુખ્ય ભૂમિકા છે.

(9:32 am IST)