ફરહાન અખ્તરની 'તુફાન' 16 મી જુલાઈએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર થશે રિલીઝ
મુંબઈ: બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરની આગામી ફિલ્મ 'તુફાન'ની ચાહકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે અભિનેતાએ તેની રજૂઆતની તારીખ જાહેર કરી છે. ફરહને આ માહિતી ફિલ્મના નવા પોસ્ટર સાથે શેર કરી છે. ફરહાનની પોસ્ટ મુજબ 'તુફાન' થિયેટરોને બદલે 16 મી જુલાઈએ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. ફરહાનની આ પોસ્ટ વાયરલ થઈ છે. ચાહકો ઉપરાંત બોલિવૂડ આ પોસ્ટ પર પોતાનો પ્રતિસાદ આપ્યો છે. ફરહાનની ફિલ્મ 'તુફાન'ની રિલીઝની તારીખ જાહેર થતાં જ ચાહકો સહિત બોલિવૂડ સ્ટાર્સે પણ ટિપ્પણી કરીને ખુશી વ્યક્ત કરી છે. ફરહાનની પોસ્ટ પર ટિપ્પણી કરતાં અભિનેતા રિતિક રોશને લખ્યું કે, 'આની રાહ નથી જોઇતી. 'રિતિક રોશનના અવલા સિધ્ધંત ચતુર્વેદી, દિયા મિર્ઝા, કરણ ટેકર, ઝોયા અખ્તરે ફાયર અને હાર્ટ ઇમોજી શેર કરીને ટિપ્પણી કરી છે.