હું વર્તમાનમાં જીવવામાં માનુ છું: ઝરીન ખાન
ઝરીન ખાન બોલીવૂડમાં આવી ત્યારે તેને કેટરીના કૈફની હમશકલ તરીકે ઓળખવામાં આવતી હતી. તેણે જો કે અગાઉ કેટરીનાની બોડી ડબલ તરીકે પણ કામ કર્યુ હતું. એ પછી સલમાન ખાને વીર ફિલ્મમાં તેને હિરોઇન તરીકે લીધી હતી. ઝરીન લાંબા સમયથી અહિ કામ કરી રહી છે પણ જોઇએ એવી સફળતા મળી નથી. હવે તે અલગ ચીલો ચાતરી રહી છે. ઓટીટી પર આવેલી ફિલ્મ હમ ભી અકેલે તુમ ભી અકેલેમાં તે લેસ્બીયનનું પાત્ર ભજવી સોૈને ચોંકાવી રહી છે. તે કહે છે આ ફિલ્મનું કથાનક ખુબ જ ભાવનાત્મક છે. લેસ્બીયન યુવતિની કહાની છે, પરંતુ કોઇ અણછાજતા દ્રશ્યો નથી. ફિલ્મમાં મારું પાત્ર એક ગર્લફ્રેન્ડ ધરાવે છે અને એ સમજે છે કે પ્રેમ એટલે પ્રેમ, પછી એ પુરૂષ પ્રત્યે હોય કે મહિલા પ્રત્યે. ઝરીનને તેની માતા પ્રત્યે ખુબ જ પ્રેમ લાગણી છે. તે કહે છે હું હમેંશા તેના માટે દિકરા સમાન છું. ઝરીન કહે છે ભુતકાળને ભુલીને હું વર્તમાનમાં જીવવામાં માનુ છું. ભવિષ્યના સપનાઓમાં હું મહાલતી નથી. હું માનું છું કે જ્યારે જે થવાનું હશે એ થશે.