મારી ફિલ્મો મોટા પરદા પર જોવાય તેવી ઇચ્છાઃ અજય
અભિનેતા અજય દેવગનના ફિલ્મ નિર્માણમાં પણ સતત આગળ વધી રહ્યો છે. તાજેતરમાં તેના પ્રોડકશનની ફિલ્મ ધ બિગ બૂલના ખુબ વખાણ થયા હતાં. તેમજ બીજી ફિલ્મ ત્રિભંગા ઓટીટી પર આવી હતી. અજય ચોક્કસ પણે ડિજીટલ માધ્યમનું મહત્વ સમજે છે. આ કારણે તે પોતે પણ ડિજીટલ માધ્યમમાં એક વેબ સિરીઝથી એન્ટ્રી કરી રહ્યો છે. જો કે તે એવું પણ કહે છે કે હું મારી સંપૂર્ણ પ્રોફેશનલ લાઇફમાં બિગ સ્ક્રીન માટેનો હીરો રહ્યો છું અને મારી પોતાની થીએટર ચેઇન પણ છે. મારું એક જ ડેસ્ટિનેશન છે અને એ છે તમારી નજીકનું થીએટર. હું ઇચ્છું છું કે, મારી ફિલ્મ્સને મોટા પરદા પર જોવાની મજા માણવામાં આવે. હું સિનેમા હોલ્સ વર્સીસ ઓટીટી પ્લેટફોર્મ્સના મેરિટ પરની ડિબેટ ના કરી શકું. કેમ કે, રિયાલિટીમાં બંનેનું સાથે અસ્તિત્વ રહેશે. અજય હવે ફિલ્મ મેદાન, મે ડે, થેન્ક ગોડ, ગંગુબાઇ કાઠીયાવાડી, આરઆરઆર, સૂર્યવંશી સહિતની ફિલ્મોમાં જોવા મળવાનો છે. મેદાન ફિલ્મમાં ફૂટબોલ કોચ સૈયદ રહેમાનના રોલમાં જોવા મળશે.