ફિલ્મ જગત
News of Saturday, 16th June 2018

એક વિલેનની સિક્વલને લઈને એકતા કપૂર ટૂંક સમયમાં કરશે જાહેરાત

મુંબઈ: ટીવી જગતમાં જાણીતું નામ એટલે એકતા કપૂર હવે બોલીવુડમાં પણ પોતાની ઓળખાણ બનાવી ચુકી છે. એકતા ફરી એકવાર પોતાની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં આવી છે તે ટૂંક સમયમાં ફિલ્મ એક વિલેનની સિક્વલ બનાવવાની જાહેરાત કરવાની છે. 2014માં એકતાએ એક વિલેન ફિલ્મ બનાવી હતી. જેમાં શ્રદ્ધા કપૂર, સિધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ જેવા કલાકારોએ કામ કર્યું છે. ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી હોવાથી એકતા કપૂર તેની સિક્વલ બનાવવા જઈ રહી છે. વિલેન-2માં એકતા કપૂર લીડ રોલમાં સિદ્ધાર્થ  મલ્હોત્રાને લેવા માંગે છે.

(2:37 pm IST)