ફિલ્મ જગત
News of Monday, 16th May 2022

IIFA Awards 2022: અબુધાબીમાં આયોજિત IIFA એવોર્ડ સમારોહ રદ

મુંબઈ: 22મી ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (આઈફા) એવોર્ડ સમારંભ મુલતવી રાખવામાં આવ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના અવસાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અબુ ધાબીમાં થવાનો હતો. IIFAના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પરથી UAEના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. અગાઉ આઈફા એવોર્ડ સમારોહ માર્ચમાં યોજાવાનો હતો, પરંતુ કોરોનાને લઈને સાવચેતી રાખીને તારીખો આગળ વધારવામાં આવી હતી.

(2:59 pm IST)