ફિલ્મ જગત
News of Thursday, 16th May 2019

આદિત્ય પંચોલીએ નોંધાવી કંગના રનોત સામે એફઆઇઆઇ

મુંબઈ:સમયની સાથોસાથ આદિત્ય પંચોલી અને કંગના રનૌત વચ્ચેની લડાઈ વધતી જાય છે. છેલ્લા કેટલાક સમયથી અમે બન્ને સ્ટારને એકબીજા વિરુદ્ધ બોલાતાં સાંભળ્યા છે. કંગનાએ પોતાના એક જૂના ઇન્ટરવ્યૂમાં ‘રેસ – ટૂ’ના એક્ટર આદિત્ય સામે યૌન અને શારીરિક ઉત્પીડનનો આરોપ પણ લગાવી ચૂકી છે. હવે જે જાણકારી મળે છે પ્રમાણે કેટલાક દિવસ પહેલાં આદિત્ય પંચોલીએ પણ કંગના વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ FIR દસકા પહેલાં કંગના અને તેની બહેન રંગોલી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના જવાબમાં તેણે દાખલ કરાવી છે. આદિત્ય પંચોલી કંગના સામે કાયદેસરનાં પગલાં લેવા જઈ રહ્યો છે.

(5:26 pm IST)