ફિલ્મ જગત
News of Thursday, 16th May 2019

સુજિત સરકારની ફિલ્મમાં પહેલીવાર આયુષ્માન ખુરાના કરશે અમિતાભ બચ્ચન સાથે કામ

મુંબઈ:અમિતાભ બચ્ચને સુજિત સરકારની ફિલ્મ સાઇન કરી છે. હવે ફિલ્મમાં તેની સાથે આયુષ્યમાન ખુરાના પણ જોડાયો છે. બન્ને અભિનેતાઓ કારકિર્દીમાં પહેલી વાર સાથે કામ કરશે. ફિલ્મનું દિગ્દર્શન સુજિત સરકારનું હશે. 'ગુલાબો સીતાબો'નામની એક ફેમિલિ ડ્રામા કોમેડી હશે. સુજિતે સોશિયલ મીડિયા પર જણાવ્યુ ંહતું કે, આયુષ્યમાન અને અમિતાભ પહેલી વખત  સ્ક્રીન શેયર કરશે. ફિલ્મને જૂહી ચતુર્વેદીએ લખી છે. જેનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે. ફિલ્મને વરસે રિલીઝ કરવાની યોજના છે. આયુષ્યમાન અને સુજિતે ભૂતકાળમાં 'વિક્કી ડોનર'માં સાથે કામ કરી ચુક્યા છે. આયુષ્યમાને ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી અને ફિલ્મ સફળ નીવડી હતી.શૂજિત સરકાર હાલમાં વિક્કી કૌશલ સાથે 'ઉધમ સિંહ'ની બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત છે. અમિતાભ અને આયુષ્યમાનની ફિલ્મમાં હિરોઇનની હજી ઘોષણા થઇ નથી. 

(5:26 pm IST)