ફિલ્મ જગત
News of Thursday, 16th May 2019

ટીવી સ્ટાર માનવી શ્રીવાસ્‍તવ અને મોહિત અબરોલની સગાઇ તૂટી ગઇ

મુંબઈ : ટેલિવૂડમાં એક આકર્ષક સ્ટાર જોડી અલગ પડી હોવાના સમાચાર મળ્યા છે .ટીવી સ્ટાર માનવી શ્રીવાસ્તવ અને મોહિત અબરોલની સગાઈ તૂટી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. માનસી અને મોહિત છેલ્લા વર્ષથી રિલેશનશિપમાં હતા. જોકે કોઈ અકળ કારણોસર હવે તેમણે કાયમ માટે અલગ પડી જવાનો નિર્ણય કર્યો છે. જોડીએ 2016માં ધામધૂમથી સગાઈ કરી હતી પણ લાગે છે કે તેમની જોડીને નજર લાગી ગઈ છે. તેમણે હવે સગાઈના અઢી વર્ષ બાદ સંબંધનો અંત લાવવાનો નિર્ણય લીધો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે કરેલી વાતચીત દરમિયાન માનસીએ કહ્યું કે, ‘હાં, અમે અલગ થઈ ગયા છે. ક્યારેક-ક્યારેક કેટલીક વસ્તુઓનો કોઈ મતલબ હોતો નથી અને અમે પણ તે વાતનો સ્વીકાર કરી લીધો છે કે અમે એકબીજા માટે બન્યા નથી. અમને એકબીજા માટે કોઈ ફિલિંગ નથી. મોહિત અને હું એકબીજા વિશે ક્યારેય કંઈ ખોટુ બોલ્યા નથી અને અમે તેમ કરવા માગતા પણ નથી. સિવાય મને મારા અંગત જીવન વિશે વાત કરવામાં કોઈ રસ નથી અને તેને ગુપ્ત રાખવામાં માનું છું’.

માનવી શ્રીવાસ્તવ અને મોહિત અબરોલે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને એકબીજાને સંપર્કમાં નથી. બંનેએ સગાઈના ફોટો પણ ડિલીટ કરી દીધા છે. ઈશ્કબાઝ ફેમ માનસી હાલ દિવ્યા-દ્રષ્ટિમાં જોવા મળી રહી છે. સિવાય માનસી દો દિલ બંધે એક ડોરી સે, સસુરાલ સિમર કા, પિટરસન હિલ જેવા હિટ શોમાં કામ કરી ચૂકી છે. મોહિત અબરોલ સિરિયલ પોરસમાં કરી ચૂક્યો છે. સિવાય તે બાલિકા વધૂ, મેરી આશિકી તુમસે હૈ અને તન્હાઈયામાં જોવા મળ્યો છે.

(4:50 pm IST)