ફરી એક વખત સંજુબાબા અને દેવગણની જોડી સાથે ચમકશે
મુંબઇ,તા. ૧૬ : થોડાક દિવસ પહેલા અજય દેવગણની ફિલ્મ સિંબા અને ટોટલ ધમાલ રજૂ થયા બાદ બંને ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સારી કમાણી કરી રહી છે. અજય દેવગણ હવે એક પછી એક મોટી ફિલ્મો સાઈન કરી રહ્યો છે. થોડાક સપ્તાહ પહેલા જ એવા અહેવાલ પ આવ્યા હતા કે, અજય દેવગણ બાહુબલીના ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ફિલ્મ કરવા જઇ રહ્યો છે. હવે અજય દેવગણે અભિષેક દુધિયાની ફિલ્મ ભુજઃ દ પ્રાઇડ ઓફ ઇન્ડિયા નામની ફિલ્મમાં પણ કામ કરવા જઈ રહ્યો છે. અજય દેવગણની સાથે આ ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી, પરિણિતી ચોપડા પણ કામ કરનાર છે. આ તમામ કલાકારોની પસંદગી કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં વિંગ કમાન્ડર વિજય કાર્ણિકની ભૂમિકામાં અજય દેવગણ નજરે પડશે. જ્યારે સંજય દત્ત ફિલ્મના એક એવા વ્યક્તિની ભૂમિકા કરશે જે કોઇપણ વ્યક્તિના પગના નિશાનને જોઇને તેના ઝેન્ડર, હાઈટ અને વજનના સંદર્ભમાં માહિતી આપી શકે છે.