ફિલ્મ જગત
News of Thursday, 16th May 2019

અભિમન્યુસિંહની વિલનગીરી

બોલીવૂડના નિર્દેશક રોહિત શેટ્ટી ડ્રામા ફિલ્મો માટે જાણીતો છે. અજય દેવગણ સાથે સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, સિમ્બા જેવી બ્લોકબસ્ટર કોપ ડ્રામા આપ્યા પછી હવે તે અક્ષય કુમાર સાથે સૂર્યવંશી બનાવી રહ્યો છે. રોહિતની ફિલ્મોની ખાસિયત હોય છે કે હીરોની જેમ વિલનનો રોલ પણ ખુબ મહત્વનો અને જોરદાર હોય છે. સૂર્યવંશીમાં પહેલા સોનુ સૂદ વિલન તરીકે આવશે તેવી વાત હતી. પણ હવે અભિમન્યુસિંહને આ કામ મળ્યું છે. અકસ, ગુલાલ, મોમ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલો અભિમન્યુસિંહ અક્ષય કુમાર સાથે જોરદાર ટક્કર જીલશે. તેણે કહ્યું હતું કે રોહિતસરે મને તમિલ એકશન થ્રિલર થિરાન જોઇને પસંદ કર્યો છે. જેમાં મેં વિલનનો રોલ નિભાવ્યો હતો. રોહિત સરે મને ફોન કરીને કહ્યું હતું કે અભિનંદન, તને સૂર્યવંશીમાં કામ મળ્યું છે. સૂર્યવંશીમાં આતંકવાદ સામેની લડાઇની કહાની છે. જેમાં અક્ષય એટીએસ ઓફિસર વીર સૂર્યવંશી બન્યો છે. નીના ગુપ્તાને અક્ષયની માનો રોલ મળ્યો છે.

 

(4:47 pm IST)