ફિલ્મ જગત
News of Thursday, 16th May 2019

અમિતાભ અને ઇમરાન પહેલીવાર સાથેઃ ચેહરેનું શુટીંગ થયું શરૂ

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઇમરાન હાસમી પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. 'ચેહરે' નામની ફિલ્મમાં બોલીવૂડના મહાનાયક અલગ જ લૂકમાં દેખાશે. આ ફિલ્મમાં કૃતિ ખરબંદા, રિયા ચક્રવર્તી, સિધ્ધાંત કપૂર, રઘુવીર યાદવ, અનુ કપૂર પણ છે. રૂમી જાફરી નિર્દેશિત આ ફિલ્મનું પહેલા તબક્કાનું શુટીંગ મુંબઇમાં શરૂ થઇ ગયું છે. અમિતાભે ટ્વિટ કરીને કહ્યું હતું કે એક ઓૈર મીટર ડાઉન...રૂમી જાફરી સાથે નવી ફિલ્મ શરૂ કરી છે...ચેહરે. ઇમરાને પણ એક તસ્વીર કલેપરબોર્ડ સાથે ટ્વિટર પર મુકી છે અને લખ્યું છે કે મેં મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ ચેહરેનું શુટીંગ મહાન અભિનેતા અમિતાભ બચ્ચન સાથે શરૂ કર્યુ છે. આ ફિલ્મ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ રિલીઝ થશે.

(4:48 pm IST)