ફિલ્મ જગત
News of Wednesday, 16th May 2018

બાહુબલી ફિલ્મે જાપાનમાં મચાવી ધૂમ: ડાયરેક્ટર રાજમૌલીને મળી ઢગલાબંધ ગિફ્ટ્સ

મુંબઈ:ભારતમાં બ્લોક બ્લસ્ટર સાબીત થનાર ફિલ્મ બાહુબલીએ જાપાનીઓને પણ ઘેલુ લગાડ્યુ છે.જાપાનમાં આ ફિલ્મે 100 દિવસ પૂરા કરી લીધા છે. આ નિમિત્તે જાપાનમાં એક સેલિબ્રેશન યોજાયુ હતુ અને તેમાં ભાગ લેવા માટે ડાયરેક્ટર એસએસ રાજમૌલી અને પ્રોડ્યુસર શોબુ યારલાગડ્ડા જાપાન પહોંચ્યા હતા.જાપાનમાં બાહુબલી ફેન્સે તેમને ઢગલાબંધ ગિફ્ટસ આપી હતી. ભારત પાછા ફરેલા ડાયરેક્ટર રાજમૌલી આ ગિફ્ટસ ખોલી રહ્યા છે.જેમાં બાહુબલી થીમ પર બનેલી પેઈન્ટિગસ, ગિફ્ટ કાર્ડ, હાથથી બનાવાયેલા પંખા સામેલ છે.રાજામૌલીનુ કહેવુ છે કે અમે એક એક કરીને ગિફ્ટ બોક્સ ખોલી રહ્યા છે. પંજાબ નેશનલ બેંકે હવે પોતાની નોન કોર એસેટ્સ વેચીને નુકસાન સરભર કરવાનુ નક્કી કર્યુ છે.બેંક પોતાની લાઈફ ઈન્સ્યોરન્સ કંપની પીએનબી મેટલાઈફના પણ 4 ટકા શેર વેચવા માંગે છે.

 

 

(3:41 pm IST)