ફિલ્મ જગત
News of Friday, 16th April 2021

લગ્નની ઉતાવળ જરાય નથી પ્રાચીને

ગુજરાતના સુરતમાં જન્મેલી અભિનેત્રી પ્રાચી દેસાઇ આજે બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે. ૨૦૦૬માં ટીવી પરદે કસમ સે શો થકી અભિનય શરૂ કરનાર પ્રાચીએ રોક ઓન, લાઇફ પાર્ટનર, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ, તેરી મેરી કહાની, બોલ બચ્ચન, એક વિલન, પુલીસગીરી, અઝહર, રોકઓન-૨ સહિતની ફિલ્મોથી ઓળખ બનાવી છે. હાલમાં જ તે ઝીફાઇવના ક્રાઇમ શો સાયલન્સ થકી ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી ચુકી છે. બત્રીસ વર્ષની પ્રાચીને હજુ પણ લગ્ન માટે જરાય ઉતાવળ નથી. તે કહે છે લગ્ન કરી લેવા એ મારા માટે સલામતિનો રસ્તો નથી, જ્યારે કારકિર્દીમાં કોઇ અડચણ આવશે ત્યારે હું લગ્ન કરીશ. મેં કોઇપણ ફિલ્મ દબાણમાં આવીને કરી નથી. મને જે કહાની ગમી પસંદ પડી તેમાં જ કામ કર્યુ છે. લગ્ન કરવાની ઇચ્છા છે પરંતુ મારી કારકિર્દીની ઝડપ ઓછી થઇ જાય પછી. હું મારી શરતો પર જિંદગી જીવનારી છું.  મારો જીવનસાથી બનવા ઇચ્છનારને પણ આ માટે તૈયાર રહેવું પડશે.

(10:21 am IST)