ફિલ્મ જગત
News of Friday, 16th April 2021

...તો તેના માટે અહિ રસ્તો સરળ નથીઃ પંકજ

બોલીવૂડમાં કારકિર્દી બનાવવા બહારથી આવનારાઓને ખુબ તકલીફો સહન કરવી પડતી હોય છે. અનેક એવા સ્ટાર્સ છે જે સમસ્યાઓ સામે લડીને પણ પોતાના બળે અહિ આગળ વધ્યા છે. જેમાં પંકજ ત્રિપાઠી પણ સામેલ છે. ગેંગ્સ ઓફ વાસેપુરના સુલ્તાનથી  લઇને મિરઝાપુરના કાલીન ભૈયા સુધીની દમદાર અભિનય ક્ષમતાથી પંકજે મોટી ઓળખ ઉભી કરી લીધી છે. સહજ, સોૈમ્ય અને સદાય જમીન સાથે જોડાયેલા રહેતા અભિનેતા કહે છે બોલીવૂડમાં બહારથી આવનારને અત્યંત સંઘર્ષ કરવો પડે છે.  કરીને ગામડામાં હિન્દી મિડીયમાં ભણીને આવનારાને અહિ વધુ મહેનત કરવી પડે છે. એના માટે આ રસ્તો સરળ નથી જ હોતો. ઇન્ડસ્ટ્રી સાથે તમારે કોઇ જુનુ કનેકશન હોય તો થોડી સરળતા રહે છે. તમે ગામડામાંથી આવો છો અને હિન્દી મિડીયમ સ્કૂલમાં ભણ્યા છો તો રાહ મુશ્કેલ બની જાય છે. હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા પછી દિલ્હી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં સાત વર્ષ અભ્યાસ કરી અભિનયમાં આગળ વધેલા પંકજ કહે છે પોતાની જાત પર વિશ્વાસ રાખો અને આશા કદી છોડો નહિ.

(10:20 am IST)